Tachukdi Ad Logo | Tachukdi Ad (www.tachukdiad.com)
What Tachukdi Ad?
ટચુકડી એડની જરૂર કેમ પડી?

જેમ જેમ મોઘવારી વધી રહી છે તેમ તેમ દરેક વસ્તુઓના ભાવ પણ આકાશને આંબી રહ્યા છે. અને તેમાં એડવેટાઈઝમેન્ટ પણ બાકાત નથી. આજે કોઇપણ ધંધાદારીને પોતાના બિઝનેસને ચલાવવા માટે જાહેરાત તો કરવી જ પડે છે અને એ જાહેરાતોનો ખર્ચો તેમના "નફા" નો મોટો ભાગ લઇ જાય છે. આજની આ ગળાકાપ સ્પર્ધા અને તેમાં પણ ઓછો થતો નફો દરેક વ્યાપારીના માથે પરસેવો લાવી દે છે, અને તેમાં પાછું જાહેરાતોના ખર્ચા દાઝ્યા પર ડામ આપવાનું કામ કરે છે.

તો આવે વખતે દરેક વ્યાપારીઓને જરૂર હતી એક એવા એડવેટાઈઝમેન્ટ પ્લેટફોર્મની કે જે સદંતર ઓછા ખર્ચામાં સતત એક વર્ષ સુધી તેમની જાહેરાતને તેમના જ ગામ અને શહેરના લોકલ લોકોને બતાવ્યા કરે. જેથી જરૂર પડે લોકો તરત જ તેમનો સંપર્ક કરે અને તેમનો ધંધો નિરંતર ચાલ્યા કરે.

અને સામા પક્ષે આપણા ગુજરાતીઓને પણ એક એવા એડવેટાઈઝમેન્ટ પ્લેટફોર્મની જરૂર હતી કે જે તેમની માતૃભાષામાં બનેલું હોય, લોકલ હોય, જ્યાં જાહેરાતો ગુજરાતી ભાષામાં હોય અને તે જોવા માટે તેમણે તેમની કોઈ સંવેદનશીલ માહિતી જેમ કે ફોન નંબર, OTP, ઈમેલ આઈડી કે લોગ ઇનની જરૂર ના પડે અને માત્ર ૨ - ૩ ક્લિકમાં જ તેઓ તેમને જોઈતી વસ્તુ કે સર્વિસ સુધી પહોચી જાય.

આમ બંને પક્ષોનો વિચાર કરીને અમે માત્ર ગુજરાતના લોકો માટે જ ગુજરાતની પોતાની એક "ગુજરાતી વેબસાઈટ - ટચુકડીએડ.કોમ" બનાવી. જેને 1 May, 2018 ના રોજ શરૂ કરવામાં આવી.(Govt. Reg. No : MSME No : UDYAM-GJ-24-0006432). ટચુકડીએડ.કોમમાં તમને તમામ 33 જીલ્લાના 200 થી પણ વધારે ગામ અને શહેરની 150 થી વધારે કેટેગરીમાં જાહેરાતો જોવા મળશે.

તો આપ સર્વેને વિનંતી છે કે આ પ્લેટફોર્મનો શક્ય તેટલો વધુ ઉપયોગ કરો, તમારા મિત્રો, પરિવારજનો અને તમારા તમામ વોટ્સએપ ગ્રુપમાં તથા ફેસબુક ગ્રુપમાં ટચુકડીએડ.કોમની માહિતી અવશ્ય શેર કરો અને ગુજરાતના વેપારી મિત્રોની મદદ કરો જેથી ગુજરાતનો પૈસો ગુજરાતમાં જ રહે. "જય જય ગરવી ગુજરાત"
To Search Advertisement
ટચુકડીએડ.કોમમાં જાહેરાત કેવી રીતે શોધવી?

ટચુકડીએડ.કોમમાં જાહેરાત શોધવી ખુબ જ સરળ છે. તમે માત્ર ૩ જ ક્લિકમાં તમને જોઈતી પ્રોડક્ટ કે સર્વિસીસ સુધી પહોંચી જશો.

Click : 1   તમારા ગામ/શહેરના નામ ઉપર ક્લિક કરો.

Click : 2   તમે જે પ્રોડક્ટ કે સર્વિસીસ શોધો છો એની ઉપર ક્લિક કરો.

Click : 3   તમારા એરિયાના નામ ઉપર ક્લિક કરો.

એડ શોધવા અહીં ક્લિક કરો.

Why Tachukdi Ad is The Best & Safest?
કેમ લોકો એમને જોઈતી પ્રોડક્ટ કે સર્વિસને ટચુકડીએડ.કોમમાં શોધવાનું પસંદ કરે છે?

લોકો એમને જોઈતી પ્રોડક્ટ કે સર્વિસને ટચુકડીએડ.કોમ  માં શોધવાનું પસંદ કરે એ માટે ના ઘણા વ્યાજબી કારણો છે.......

તમારી જાહેરાત જોવા માટે લોકોએ ...

1.   ના તો કોઈ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની છે.

2.   ના તો મોબાઈલ નંબર કે ઇમેલ આઈડી જેવી કોઈપણ અતિસંવેદનશીલ માહિતી આપવાની છે.

3.   ના યુઝર નેમની ઝંઝટ છે.

4.   ના કોઈ પાસવર્ડની જ૩ર.

5.   ના તો OTP ની રાહ જોવાની.

6.   લોકો તમને બસ એક જ ક્લિકમાં Phone કે Whatsapp કરી શકે એવી સુવિધા પણ તમારી જાહેરાતમાં આપવામાં આવી છે.

આ એક સંપૂર્ણ ગ્રાહક લક્ષી વેબસાઈટ છે. અને કોઇપણ ગ્રાહક માત્ર 3 જ ક્લિકમાં એને જોઈતી વસ્તુ કે સર્વિસ સુધી પહોંચી જાય એનો અમે ખાસ ખ્યાલ રાખીએ છે.

Book Ad